ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કાલીયાકુવાના વતની, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી વાલાજી ડામોરનું નિધન થયું છે. હાર્ટ એટેક આવવાના કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

હીરાજી વાલાજી ડામોરનું નિધન 

તેમના અચાનક અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ રાજ્યના રાજકીય જગત સહિત સમગ્ર મેઘરજ તાલુકામાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.હીરાજી ડામોરના અવસાનથી આદિવાસી સમાજ તેમજ ગુજરાતના રાજકીય જગતને ક્યારેય ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે.

સમાજ અને રાજકીય જગતને મોટી ખોટ

એક પીઢ આગેવાન અને પૂર્વ શિક્ષણ મંત્રી તરીકે તેમણે જાહેર જીવનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના નિધનના સમાચાર મળતા જ ભાજપના કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સમગ્ર પંથકમાં ગમગીનીભર્યો શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Surat: અમરોલીમાં વેદાંત સર્કલ પાસે હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું કન્ટેનર પલટ્યું, રોડ પર એસિડ ફેલાતા 2 કલાક ટ્રાફિક જામ