ઉનાળાની ઋતુમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં તત્વો સામે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. મહેસાણાના શોભાસણ રોડ પર આવેલી એક ડેરી પ્રોડક્ટ ફેક્ટરીમાં ફૂડ વિભાગની ટીમે ઓપરેશન હાથ ધરીને અંદાજે 1280 કિલો જેટલો અખાદ્ય અને માનવ જીવન માટે જોખમી એવો ખાદ્ય સામગ્રીનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કડક કાર્યવાહીથી ભેળસેળિયા અને અખાદ્ય ચીજો વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ફૂડ ઓફિસર વી.જે. ચૌધરી પોતે તપાસમાં જોડાયા
શોભાસણ રોડ પર આવેલી ‘મેસર્સ સકર ડેરી પ્રોડક્ટ’ નામની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ હાઈપ્રોફાઈલ રેડમાં મહેસાણાના મુખ્ય ફૂડ ઓફિસર વી.જે. ચૌધરી પોતે સમગ્ર ટીમ સાથે તપાસમાં જોડાયા હતા. ફેક્ટરીમાં કાયદાકીય ધારાધોરણોનું ઉલ્લંઘન કરીને અત્યંત ગંદકી વચ્ચે પ્રોડક્ટ્સ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. ફૂડ વિભાગે સ્થળ પર જ અંદાજે રૂ.58,થી વધુની કિંમતનો અખાદ્ય સામાન જપ્ત કરીને તેનો લાઈવ નાશ કરાવ્યો હતો.













