ઊંઝા ખાતે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતાં ભેળસેળિયાઓ સામે ફૂડ વિભાગ અને સી.આઈ.ડી. (CID) પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા ફૂડ અધિકારી વિ.જે.ચૌધરી તથા સી.આઈ.ડી. પોલીસની સંયુક્ત ટીમે ચોક્કસ બાતમીના આધારે ઊંઝા-પાલનપુર રોડ પર આવેલા મક્તુપુર ખાતેના 'ગણેશ ક્લીનિંગ ગોડાઉન' માં અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી મોટું કૌભાંડ પકડી પાડ્યું છે.
ઊંઝામાં ફૂડ વિભાગ અને CID નો દરોડો
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે પટેલ મહેશભાઈ મણિલાલ નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા આ ગોડાઉનમાં બનાવટી/ડુપ્લીકેટ જીરું બનાવવામાં આવી રહ્યું હતું. એટલું જ નહીં, સામાન્ય વરિયાળીને આકર્ષક અને લીલીછમ દર્શાવવા માટે તેમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા ગ્રીન કેમિકલ કલરનો વપરાશ કરવામાં આવતો હતો.
