મહેસાણા શહેરમાં વધુ એક નબીરાની બેફામ ડ્રાઇવિંગે બે નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. સોસાયટીમાં પોતાના ઘરના ઓટલા અને પગથિયાં પર બેસીને શાંતિથી વાતો કરી રહેલા પરિવારજનો અને પાડોશીઓ પર અચાનક કાળ બનીને આવેલી એક ઓવરસ્પીડ બોલેરો ગાડી ચડી ગઈ હતી.
બેફામ ડ્રાઇવિંગે બે નિર્દોષ લોકોનો ભોગ લીધો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, દક્ષ નામનો સગીર વયનો નબીરો અંદાજે ૧૦૦ કિમી પ્રતિ કલાકની ભયાનક ઝડપે બોલેરો ચલાવી રહ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડી ઓટલા પર બેઠેલા લોકોને કચડીને સોસાયટીના કમ્પાઉન્ડ વોલના મુખ્ય દરવાજા અને સિમેન્ટના પીલર સાથે અથડાઈ હતી, જેના કારણે ગેટ અને પીલર પણ તૂટીને ધરાશાયી થઈ ગયા હતા.
અન્ય 1 વ્યક્તિને ગંભીર ઈજાઓ
આ ગોઝારા અકસ્માતમાં બોલેરો નીચે કચડાવાથી 2 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 1 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક ધોરણે સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.ટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે. નાના બાળકો કે સગીરોને સ્ટંટ કરવા માટે સ્પીડમાં વાહનો આપતા વાલીઓ અને અકસ્માત સર્જનાર સગીર આરોપી સામે પોલીસ દ્વારા વહેલામાં વહેલી તકે કડકમાં કડક કાનૂની પગલાં લેવામાં આવે તેવી મૃતકોના પરિજનો અને સ્થાનિક રહીશોએ ઉગ્ર માગ કરી છે.
આ પણ વાંચો: Monsoon 2026 : અમદાવાદ ગ્રામ્યમાં આફત, પંદર દિવસ વીતવા છતાં સોસાયટીઓમાં હજુ પણ વરસાદી પાણી યથાવત...