મહેસાણા જિલ્લાના રાજકારણમાંથી આમ આદમી પાર્ટી (AAP) અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પાર્ટીમાં સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો વચ્ચે જોટાણા તાલુકા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળતા ધર્મેન્દ્રસિંહ વાઘુભા ઝાલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અંગત કામકાજ તેમજ સામાજિક જવાબદારીઓમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ પક્ષના સંગઠન કાર્ય માટે પૂરતો સમય ફાળવી શકતા ન હતા, જેને ધ્યાનમાં રાખીને તેમણે આ પગલું ભર્યું છે.
સ્વેચ્છાએ હોદ્દા પરથી મુક્ત થવા કરી વિનંતી
ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા પક્ષના મોરચે પોતાનું રાજીનામું સુપરત કરી દેવામાં આવ્યું છે અને સ્વેચ્છાએ આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરવામાં આવી છે. તાલુકા પ્રમુખ જેવા મહત્વના પદેથી અચાનક રાજીનામું સામે આવતા સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. આગામી સમયમાં પાર્ટી દ્વારા આ ખાલી પડેલી જગ્યા પર કોની વરણી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
