મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા ઐતિહાસિક સુદાસણા સ્ટેટમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુદાસણા સ્ટેટના મહારાણા ઠાકોર સાહેબ કિર્તિસિંહજીનું 79 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. આ દુઃખદ અવસાનના સમાચારથી માત્ર સુદાસણા જ નહીં પરંતુ સમગ્ર પંથકમાં અને રાજવી પરિવારોમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ
મળતી માહિતી મુજબ, મહારાણા ઠાકોર સાહેબ કિર્તિસિંહજી છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા. પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ જીવદયા પ્રેમી હતા અને સુદાસણા સ્ટેટના જીવદયા આશ્રમ ખાતે જ રહેતા હતા.
