ગુજરાતના મહેસાણા (Mehsana) જિલ્લાના વડનગર (Vadnagar) ખાતે આવેલી GMERS હોસ્પિટલ (GMERS Hospital) માં 4 વર્ષ ની બાળકી અરવિબા (Arviba) ની સારવાર દરમિયાન ગંભીર બેદરકારી થઈ હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આંખની પાંપણ નીચે હોવાની તકલીફને કારણે દાખલ કરાયેલી બાળકીની સારવારમાં મલ્ટિવિટામિન અને મલ્ટિવિટામિન-સીરપ (Multivitamin Syrup) મોઢેથી આપવાના બદલે ઈન્જેક્શન (Injection) આપી દેવાયું હોવાનો આરોપ છે, જે બાદ બાળકીની તબિયત લથડી હતી.

વિદ્યાર્થીનીને પોસ્ટિંગ ન આપવાની નોટિસ અને મેલ નર્સ સસ્પેન્ડ

આ ઘટનામાં ફોર્થ સેમેસ્ટર (4th Semester) માં અભ્યાસ કરતી નાઈસ ચૌધરી (Nais Chaudhary) એ ઈન્જેક્શન આપ્યું હોવાની માહિતી સામે આવી છે. વિદ્યાર્થીને ઈન્જેક્શન આપવાની મંજૂરી ન હોવા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. ઘટનાને પગલે વિદ્યાર્થીનીને GMERSમાં પોસ્ટિંગ ન આપવા અંગે નોટિસ (Notice) અપાઈ હોવાનું અને મેલ નર્સ અજય (Male Nurse Ajay) ને સસ્પેન્ડ (Suspended) કરાયો હોવાનું જાણવા મળ્યું છે.


દર્દીઓની સુરક્ષા સામે ગંભીર સવાલ

નાની બાળકીની સારવારમાં સીરપને બદલે ઈન્જેક્શન અપાયા બાદ તબિયત લથડવાની ઘટનાએ હોસ્પિટલ તંત્રની કામગીરી અને દેખરેખ સામે મોટા સવાલ ઉભા કર્યા છે. મેલ નર્સના સસ્પેન્શન અને વિદ્યાર્થીનીને નોટિસ અપાયા બાદ બાળકીના આરોગ્યની સ્થિતિ અને સમગ્ર મામલે તપાસની દિશા પર સૌની નજર ટકેલી છે.

આ પણ વાંચો : Nadiadમાં જર્જરિત પાણીની ટાંકી ઉતારવાની કામગીરી બની જોખમી, વિશાળ સ્લેબના 2 ટુકડા ધડાકાભેર પટકાયા અને પછી...