વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યના CM ને પત્ર પાઠવીને નળકાંઠા વિસ્તારમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ વિસ્તારના ખેડૂતો અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે નુકસાની સહાય ચૂકવવામાં આવે તેવી જોરદાર રજૂઆત કરી છે.

વિરમગામ, માંડલ અને દેત્રોજમાં વિશેષ સર્વેની રજૂઆત

પત્રમાં જણાવ્યા અનુસાર, ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિના કારણે નળકાંઠા વિસ્તારના વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં વ્યાપક નુકસાન થયું છે. ધારાસભ્ય દ્વારા આ ત્રણેય તાલુકાઓમાં તાત્કાલિક વિશેષ સર્વે હાથ ધરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે, જેથી પાક નુકસાન અને મિલકતને થયેલા નુકસાનનો સાચો અંદાજ મેળવી શકાય.

રાહત પેકેજ અને માર્ગોના સમારકામ માટે વિશેષ અપીલ

અસરગ્રસ્ત ખેડૂતો, નાના વેપારીઓ અને સામાન્ય પ્રજાની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને એક વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, વરસાદથી ધોવાઈ ગયેલા અને ખાડા પડી ગયેલા રસ્તાઓનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે જેથી નાગરિકોની હાલાકી દૂર થઈ શકે.

આ પણ વાંચો : Himmatnagarમાં 5 કરોડથી વધુની છેતરપિંડી, જી. ગ્રા. વિકાસ એજન્સીના અધિકારી દ્વારા ફરિયાદ નોંધાઈ...