જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની મહેર યથાવત જોવા મળી રહી છે. જિલ્લાના કેશોદ ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે લાંબા સમયથી ગરમી અને ઉકળાટ અનુભવતા લોકોને મોટી રાહત મળી છે. સમગ્ર પંથકમાં વરસાદને પગલે આહ્લાદક ઠંડક પ્રસરી ગઈ છે.

અજાબ અને શેરગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ

કેશોદના અજાબ, શેરગઢ તેમજ આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. અચાનક બદલાયેલા હવામાન અને વરસાદી ઝાપટાંના કારણે ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી.

Junagadh Rain Update: Rain in Keshod Rural Areas: Peanut and Cotton Crops Revived

મગફળી અને કપાસના પાકને મળ્યું નવજીવન

આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. સમયસર વરસેલા આ વરસાદના કારણે ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે.

Junagadh Rain Update: Rain in Keshod Rural Areas: Peanut and Cotton Crops Revived

ખાસ કરીને મગફળી અને કપાસ સહિતના મહત્વના ઉભા પાકને આ વરસાદથી નવજીવન મળ્યું છે, જેનાથી ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે, અને પાક સારો ઉતરવાની આશા બંધાઈ છે.


https://twitter.com/sandeshnews/status/2100931821655703994


આ પણ વાંચો: Junagadh : ભેંસાણમાં SMCનો સપાટો, ફાર્મ હાઉસમાંથી 1.22 કરોડનો દારૂ ઝડપાયો, 15 સામે ગુનો