મોરબી જિલ્લાના હળવદ માં ટ્રેડિંગ રોકાણના નામે રૂ. 24.91 લાખથી વધુની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકે હર્ષદ પાટડીયા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં અમિત રોમાનિયા, Axwel_accunt_ maneger _bot તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે રજૂઆત કરાઈ છે. આરોપીઓએ કોમોડિટી ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવીને સોનામાં રોકાણ કરાવી સારો એવો નફો બતાવવાની લાલચ આપીને વિશ્વાસ કેળવ્યો હતો અને છેતરપિંડી આચરી હતી.
અલગ-અલગ બેંક એકાઉન્ટમાંથી રૂ. 24,91,758 ટ્રાન્સફર કરાવ્યા
રોકાણ અને નફાની વાતોમાં આવીને અલગ-અલગ બેંક એકાઉન્ટમાંથી કુલ 24 લાખ 91 હજાર 758 રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ નાણાકીય વ્યવહાર અને વળતર અંગે શંકા જતા સમગ્ર છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો.
