મોરબીના રાજવી પરિવારના વરિષ્ઠ સભ્ય અને રાજમાતા વિજયાકુંવરબાનું અવસાન થતાં સમગ્ર મોરબી શહેર અને પંથકમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે. રાજમાતાના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ પ્રજાજનો અને મોરબીના રાજવી પરિવારના શુભેચ્છકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. તેમની ચિરવિદાયથી મોરબીએ એક આદરણીય અને સ્નેહાળ વ્યક્તિત્વ ગુમાવ્યું છે, જેને પગલે સમગ્ર નગરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ન્યૂ પેલેસ ખાતે દેહ દર્શનાર્થે રખાયો

રાજમાતાના દેહને મોરબી સ્થિત ન્યૂ પેલેસ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. તેમના અંતિમ દર્શન કરવા માટે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાંથી રાજવી પરિવારો અને તેમના સભ્યો ખાસ મોરબી દોડી આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના મંત્રીઓ, રાજકીય નેતાઓ, સામાજિક સંગઠનોના હોદ્દેદારો તેમજ મોરબીના વિશાળ સંખ્યામાં નગરજનોએ ન્યૂ પેલેસ પહોંચીને રાજમાતાના દર્શન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

The Rajmata of Morbi, Vijayakunarba, attained the status of Devlok.

ધોળેશ્વર સ્મશાનગૃહ ખાતે કરાશે અંતિમ સંસ્કાર

રાજમાતા વિજયાકુંવરબાની અંતિમયાત્રા રાજવી પરંપરા અને પૂર્ણ સન્માન સાથે મોરબીના ન્યૂ પેલેસ ખાતેથી નીકળશે. આ અંતિમયાત્રા શહેરના નિશ્ચિત માર્ગો પરથી પસાર થઈને ધોળેશ્વર સ્મશાનગૃહ ખાતે પહોંચશે, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેમના અંતિમસંસ્કાર અને અંતિમવિધિ સંપન્ન કરવામાં આવશે. રાજમાતાની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને નગરજનો જોડાઈને અશ્રુભીની આંખે વિદાય આપશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો