ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. નડિયાદ શહેરમાં ગાજવીજ અને કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ અચાનક શરૂ થયેલા તીવ્ર વરસાદને કારણે સમગ્ર શહેર મેઘમય બની ગયું હતું.
વરસાદથી ઉકળાટ બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક
છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમી અને બફારાથી હેરાન થતાં નડિયાદવાસીઓને આ વરસાદથી મોટી રાહત મળી છે. અનરાધાર વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ક્ષણભરમાં જ આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી. ચોમાસુ માહોલ જામતાં જ સ્થાનિક રહીશોએ ગરમી અને ઉકળાટમાંથી મુક્તિ અનુભવી હતી.
