નવસારી જિલ્લામાં ખનિજ ચોરી સામે ખાણ ખનિજ વિભાગે આક્રમક અભિયાન શરૂ કર્યું છે. વિભાગ દ્વારા કરવામાં આવેલી અચાનક અને કડક કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી.
ડ્રોન સર્વેલન્સની મદદથી મોટી છાપેમારી
બિલીમોરા શહેર નજીક નદી કે અન્ય વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદે રેતી ખનન પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી. આ મામલે ખાણ ખનિજ વિભાગે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન સર્વેલન્સ દ્વારા ચોક્કસ લોકેશન મેળવીને આકસ્મિક છાપેમારી કરી હતી.

બે યાંત્રિક બાજ અને 11 ટ્રક ઝડપાયા
આ દરોડા દરમિયાન ગેરકાયદે ખનન કરતા 2 યાંત્રિક બાજ (બોટ) અને રેતીનું વહન કરતા 11 ટ્રક સહિતના ભારે યંત્રો ઝડપાઈ ગયા હતા. પાણીની અંદર અને કિનારે ચાલતા આ ગેરકાયદે ધંધાનો પર્દાફાશ થવાથી તંત્રની કામગીરી પ્રશંસનીય બની છે.

કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી
ખાણ ખનિજ વિભાગે આ ઓપરેશનમાં કુલ 2.25 કરોડ રૂપિયાની કિંમતના યાંત્રિક સાધનો અને વાહનો જપ્ત કર્યા છે. ગેરકાયદે ખનન અને વહન કરનારા તત્વો વિરુદ્ધ કડક દંડ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Navsari Hit And Run Case: ઓડી કાર નબીરા ચાલક નબીરાનો આતંક, વૃદ્ધને ટક્કર મારી ફરાર, મોત