ગુજરાતના પાલીતાણા (Palitana) ખાતે ગઈકાલે નૈતિક પરમાર (Naitik Parmar) નામના યુવકની હત્યા (Murder) કરવામાં આવી હતી. આ ગંભીર હત્યા કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 4 આરોપીઓને ઝડપી લીધા હતા, જે બાદ આજે ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન (Reconstruction) કરાવવામાં આવ્યું હતું.
ઘટનાસ્થળે પંચનામાની કાર્યવાહી: લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં
પોલીસ દ્વારા ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને કાયદેસર રીતે પંચનામું (Panchnama) કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓને ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હોવાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી લોકોનાં ટોળેટોળાં (Crowd) ઉમટી પડ્યાં હતાં, જેના કારણે સ્થળ પર ભારે ઉત્તેજના અને ચકચારનો માહોલ જોવા મળ્યો હતો.
