પાટણના રોટલીયા હનુમાન વિસ્તારમાં આવેલા શ્રેય કોમ્પ્લેક્સ ખાતે અસામાજિક તત્વો દ્વારા 6 રાઉન્ડ ફાયરિંગ કરવાના મામલામાં નવી વિગતો સામે આવી છે. ગત 17 તારીખે વહેલી સવારમાં શ્રેય કોમ્પ્લેક્સમાં આવેલા જીમ સંચાલક દલપતજી પરમાર પર આડેધડ 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

શૂટરોને મદદ કરનાર 3 આરોપીઓની અટકાયત

બાઈક પર સવાર બે બુકાનીધારી શૂટરો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાના 8 દિવસ વીત્યા છતાં ફાયરિંગ કરનાર મુખ્ય શૂટરો હજુ પોલીસ પકડથી દૂર છે, જ્યારે ફાયરિંગ કરનાર શૂટરો સ્કોર્પિયો ગાડીમાં ફરાર થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આડેધડ ફાયરિંગ કરનાર શૂટરોની મદદ કરનાર 3 આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.

LCB અને SOG ની ટીમો દ્વારા તપાસ તેજ

પોલીસે મહેસાણાના તીર્થ દેસાઈ, કેશોદના કુલદીપ ગઢચર અને દેવરાસણના જગદીશ રબારી ની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ શૂટરોને બાઈક અને સ્કોર્પિયો ગાડી પૂરી પાડીને મદદ કરી હોવાનું અનુમાન છે. ધોળા દિવસે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે LCB અને SOG ની ટીમો દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો