ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી ઘટનાઓ વચ્ચે પાટણ (Patan) શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાટણના હાસાપુર (Hasapur) વિસ્તારમાં ધોળા દિવસે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ (Firing Incident) કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર મચી જવા પામી છે. વહેલી સવારે આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક હરકતમાં આવી ગયો હતો અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
બાઈક પર આવેલા બે ઇસમોએ આચરી ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, સિટી બી ડિવિઝન પોલીસ (City B Division Police) ને વહેલી સવારે હાસાપુર વિસ્તારમાં ફાયરિંગ થયાની બાતમી મળી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બાઈક (Motorcycle) પર સવાર થઈને આવેલા 2 અજાણ્યા ઇસમોએ આ ધટનાને અંજામ આપ્યો હતો. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાંથી તપાસ દરમિયાન કુલ 6 ખાલી કારતૂસ (Empty Cartridges) મળી આવ્યા હતા, જે આ ફાયરિંગ કેટલું ગંભીર અને ભયાનક હતું તેની સાક્ષી પૂરે છે.
ફોરેન્સિક તપાસનો ધમધમાટ અને જૂની અદાવતની આશંકા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માત્ર સ્થાનિક પોલીસ જ નહીં, પરંતુ ફોરેન્સિક સાયન્સ ટીમ (Forensic Team) ને પણ તાત્કાલિક કામે લગાડવામાં આવી છે. ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે. આ ફાયરિંગ કયા હથિયાર (Weapon) થી કરવામાં આવ્યું છે અને તેની પાછળનો અસલી ઇરાદો શું હતો તે જાણવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસમાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને સાથે રાખીને પંચનામા (Panchnama) ની કાર્યવાહી પૂર્ણ કરી છે. આ હુમલો કોઈ જૂની અદાવત (Old Enmity) કે અન્ય કોઈ અંગત કારણોસર થયો છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. પોલીસ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ આ મા અંગેની વધુ વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : Morbiના હજનાળી ગામે શક્તિ માતાજીના મંદિરમાં તસ્કરોનો હાથફેરો, રૂ. 25 લાખથી વધુના દાગીના ચોરાયા