પાટણ જિલ્લાના સરહદી અને રણકાંઠાના સાંતલપુર તાલુકામાં આવેલ વૌવા ગામમાં વન્ય પ્રાણીના આતંકને પગલે ભારે દહેશત વ્યાપી ગઈ છે. મોડી રાત્રે અને વહેલી સવારના સુમારે એક વન્ય પ્રાણી (શિયાળ) અચાનક ગામમાં ઘૂસી આવ્યું હતું અને ઘરમાં તથા ઘરની બહાર આંગણામાં સૂતેલા ગ્રામજનો પર એકાએક હુમલો કરવાનું શરૂ કર્યું હતું.
સાંતલપુરના વૌવા ગામમાં શિયાળનો આતંક
ઈજાગ્રસ્તના પિતાના જણાવ્યા મુજબ, પ્રાણીએ અચાનક જ આવીને લોકોના માથા, ચહેરા અને શરીરના અન્ય ભાગો પર બચકાં ભરવાનું શરૂ કરી દીધું હતું. આ હુમલામાં વૃદ્ધ મહિલાઓ અને પુરુષો સહિત 20થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ વન્ય પ્રાણીએ માત્ર માનવો જ નહીં પરંતુ ગામમાં બાંધેલા 30થી વધુ પશુઓ પર પણ જીવલેણ હુમલા આચર્યા હતા, જેના કારણે અનેક પશુઓ પણ લોહીલુહાણ થયા છે. ઘટનાને પગલે ચીસાચીસ મચી જતાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા.
