ગુજરાતના પાટડી (Patdi) પંથકમાં બજાણા (Bajana) થી માલવણ (Malvan) જતા માર્ગ વચ્ચે આવેલા રેલ્વે ફાટક (Railway Crossing) પાસે એક ટ્રક ફસાઈ જતાં ભારે ટ્રાફિક જામ (Traffic Jam) સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર, કન્ટેનરની હાઈટ RTO નિયમ (RTO Rule) થી વધારે હોવાનું જાણવા મળ્યું છે અને હાઈટ વધારે હોવાના કારણે ટ્રક રેલ્વે ફાટક પાસે ફસાયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે માર્ગની બંને બાજુ (Both Sides) વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાતા લોકોમાં ચિંતા
આ ટ્રાફિક જામ દરમિયાન એક એમ્બ્યુલન્સ (Ambulance) પણ ફસાઈ જતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. એમ્બ્યુલન્સમાં દર્દી (Patient) હોવાનું સામે આવતા આસપાસના લોકોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઈ ગઈ હતી. ટ્રાફિક જામ અને એમ્બ્યુલન્સ ફસાયાની ઘટના બાદ સ્થાનિક લોકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને સંભાળવા તથા રસ્તો ખુલ્લો કરાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા.
