પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને પવન તથા ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કાળાં વાદળોની ઘેરાબંધી વચ્ચે અચાનક વરસાદનું આગમન થયું હતું. અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક લોકોને વરસાદી ઝાપટાં પડતાં ભારે રાહત મળી છે અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે.

બગવદર, ખાંભોદર અને સોઢાણામાં જોરદાર પવન સાથે વરસાદ

બરડા પંથકના મુખ્ય ગામો જેવા કે બગવદર, ખાંભોદર અને સોઢાણા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. અચાનક શરુ થયેલા પવન અને વરસાદના કારણે માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા. લાંબા સમયના ઉકળાટ બાદ પડેલા આ વરસાદથી ગ્રામજનો અને રાહદારીઓને ગરમીમાંથી મોટી રાહત મળી હતી.

There was a sudden change in the atmosphere of Porbandar.

અસહ્ય ઉકળાટ બાદ ઠંડક પ્રસરી, ખેડૂતોમાં મિશ્ર પ્રતિભાવ

છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદર પંથકમાં અસહ્ય ગરમી અને ઉકળાટનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. જોકે, આ વરસાદી ઝાપટાં બાદ વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ, ચોમાસુ પાકની લણણી કે તૈયારીમાં વ્યસ્ત ખેડૂતોમાં વરસાદી માહોલને કારણે ચિંતા અને હરખનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો