પોરબંદરના ઓડદર ગામેથી બાપ-બેટીના પવિત્ર સંબંધને લજવતી અને સમાજને શરમાવે તેવી અત્યંત ઘોર ઘટના સામે આવી છે. અહીં એક નરાધમ પિતાએ પોતાની જ સગીર વયની પુત્રી પર દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયકંપાવનારી ફરિયાદ નોંધાઈ છે. આ હેવાન પિતા વર્ષ 2009થી સતત પોતાની પુત્રીને ડરાવી-ધમકાવીને તેનું શારીરિક શોષણ કરતો હતો.
વર્ષ 2009થી આચરતો હતો કાળું કૃત્ય
આરોપી પુત્રીને માતાજીના તથા પોતાના પુત્રના સોગંદ આપીને પોતાના કાળા કૃત્યનો ભોગ બનાવતો હતો. પિતાની ધમકીઓ અને દબાણના કારણે સગીરા લાંબા સમય સુધી મૌન રહી હતી. આખરે આ નરાધમ પિતાના અત્યાચારથી કંટાળીને સમગ્ર મામલે હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
