કચ્છના રાપર તાલુકાના નીલપર ગામમાં આવેલી ગ્રામ સ્વરાજ સંઘ સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પરીક્ષામાં ઓછા માર્કસ આપવાનો ભય બતાવી નરાધમ આચાર્યએ દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે શિક્ષણ જગતને શર્મસાર કરતા બનાવની ગંભીરતા પારખી પોલીસે ગણતરીના સમયમાં આરોપી આચાર્યની ધરપકડ કરી લીધી હતી, જ્યારે અન્ય આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

ભાનુ ગોહિલે પરીક્ષામાં ઓછા માર્કસ આપવાની બીક બતાવી

રાપર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ 13 ઓગસ્ટે સાંજના સમયે આ ચકચારી ઘટના બની હતી. તાલુકાના નીલપર ગામમાં આવેલી ગ્રામ સ્વરાજ સંઘ છાત્રાલયમાં અભ્યાસ કરતી છાત્રાને આચાર્ય વિપુલ ભાનુ ગોહિલે પરીક્ષામાં ઓછા માર્કસ આપવાની બીક બતાવી હતી.ત્યારબાદ પીડિતાને પોતાના રૂમની પાછળ આવેલી અવાવરું જગ્યામાં બોલાવી જાતીય શોષણ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું.આ બાબતે પીડિતાના પિતાએ ગૃહમાતા પૂજાબેન ગોહિલને જાણ કરતાં પૂજાબેને કોઈને જાણ કરવાની ના હોય તેમ કહ્યું હતું.

ગૃહમાતાનો જવાબ સાંભળી પિતા હતપ્રભ થઈ ગયા હતા

ગૃહમાતાનો જવાબ સાંભળી પિતા હતપ્રભ થઈ ગયા હતા અને સંસ્થાના મંત્રી દિનેશ સંઘવી તથા સંસ્થાના વ્યવસ્થાપક અનિરુદ્ધસિંહ પાસે ગયા હતા. પરંતુ લાજવાને બદલે આરોપીઓએ પોલીસ કેસ ના કરવાનો હોય તમારું નામ ખરાબ થશે, તેમ કહી પીડિતા અને તેના પિતાને ધમકી આપી હતી. આ દરમિયાન મામલો પ્રકાશમાં આવતાં પોલીસે ચારેય લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારબાદ ગુનામાં સંડોવાયેલો આચાર્ય વિપુલને આણંદ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આ અંગે રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આરોપી વિપુલની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: આજે સાબરમતીથી મહેસાણા વચ્ચે દેશની પ્રથમ LNG ટ્રેન દોડાવાશે