અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે. સાણંદના નાની દેવતી ગામે ખેતરના પાણીમાં ટ્રેક્ટર પલટી જતાં તેના ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ખેતરમાં અગાઉથી ફસાઈ ગયેલા અન્ય એક ટ્રેક્ટરને બહાર કાઢવા માટે ટોઇંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન અચાનક આ અકસ્માત સર્જાયો હતો.
પાણીમાં ટ્રેક્ટર પલટી જતાં 40 વર્ષીય આધેડનું મોત
ફસાયેલા ટ્રેક્ટરને બહાર ખેંચતી વખતે પાણી અને કાદવના કારણે વાહન પરથી કાબૂ ગુમાવતાં ટ્રેક્ટર ઊંધું વળી ગયું હતું. પાણી ભરાયેલા ખાડામાં ટ્રેક્ટર પલટી મારી જતાં તેના નીચે દબાઈ જવાથી 40 વર્ષીય ચાલકનું નીપજ્યું હતું. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ખેતરોમાંથી લોકો ત્વરિત મદદ માટે દોડી આવ્યા હતા અને ટ્રેક્ટર નીચે દબાયેલા ચાલકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
