સિદ્ધપુર હાઈવે પર અકસ્માતની એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. હાઈવે પર આવેલી એક હોટલના પરિસરમાં અચાનક જ કાળ બનેલી કાર ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી.

સિદ્ધપુર હાઈવે પર કાળજું કંપાવી દે તેવી ઘટના

https://twitter.com/sandeshnews/status/2093631903106834820

સિદ્ધપુર હાઈવે પર હૃદયકંપાવનારો અકસ્માત

મળતી માહિતી મુજબ, એક કાર પહેલાં હોટલની આગળથી સામાન્ય રીતે પસાર થઈ ગઈ હતી. પરંતુ તેના ચાલકે અચાનક જ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અથવા કોઈ અગમ્ય કારણોસર કારને ગેરકાયદે અને અત્યંત પૂરઝડપે રિવર્સમાં દોડાવી હતી. હોટલ તરફ રિવર્સમાં આવેલી કાર સીધી જ હોટલના કાઉન્ટર/પાર્લર વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. હોટલના પાર્લર પર જે સમયે આ અકસ્માત સર્જાયો ત્યારે ત્યાં એક વ્યક્તિ હાજર હતો. પૂરઝડપે રિવર્સમાં આવેલી કારે આ વ્યક્તિને જોરદાર ટક્કર મારીને પોતાની નીચે કચડી નાખ્યો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે ગંભીર ઇજાઓ થવાના કારણે આ વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

હોટલના પાર્લરમાં પૂરઝડપે કાર ઘૂસી

અકસ્માત થતાં જ હોટલમાં હાજર લોકો અને આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. આ સમગ્ર વિચિત્ર અને ભયાનક અકસ્માત હોટલના સીસીટીવી કેમેરામાં આબેહૂબ કેદ થઈ ગયો છે, જેમાં કાર અચાનક રિવર્સ આવીને હોટલમાં ઘૂસતી સ્પષ્ટ જોઈ શકાય છે. બનાવની જાણ થતાં જ સિદ્ધપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને અકસ્માત સર્જનાર કાર અને તેના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot: જૂના માર્કેટિંગ યાર્ડમાં 1614 ક્વિન્ટલ ડુંગળીની આવક, જથ્થાબંધ અને છૂટક ભાવ વચ્ચે મોટો તફાવત