સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પરથી એક અત્યંત દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. લખતરના બે યુવાનો ઓળક ગામે કડિયા કામની મજૂરી કરીને પોતાના બાઈક પર પરત લખતર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન હાઈવે પર સામેથી આવતા વાહનની તેજ હેડલાઈટના કારણે અચાનક અંજાય જવાથી બાઈક ચાલકનો કાબૂ છૂટી ગયો હતો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.
કપચીના ઢગલા સાથે બાઈક અથડાતા કરુણ અંજામ
સામેથી આવતા વાહનની લાઈટથી આંખે અંજાયા બાદ બાઈક રોડ પર બાંધકામ અર્થે રાખેલા કપચીના ઢગલા પર ચડી ગયું અને ધડાકાભેર અથડાયું હતું. આ ભયાનક ટક્કરમાં બાઈક પર સવાર 29 વર્ષીય કિશોરભાઈ ઉકાભાઈ દુલેરાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

