સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગમાં વહીવટી સરળતા અને કામગીરીને વધુ સુચારૂ બનાવવાના હેતુથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા તાત્કાલિક અસરથી અનેક પોલીસ ઈન્સ્પેક્ટર (PI) અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ની આંતરિક બદલીઓના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ સામૂહિક આંતરિક બદલીના આદેશથી સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.
આ મહત્વના પોલીસ સ્ટેશનોના અધિકારીઓ બદલાયા
જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ પાટડી, જોરાવરનગર, સાયલા, બજાણા, મુળી અને પાણશીણા સહિતના મહત્વના પોલીસ મથકોના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ ફેરફારથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કયા PI ને ક્યાં સોંપાઈ જવાબદારી?
બદલી પામેલા મુખ્ય પોલીસ અધિકારીઓની યાદી નીચે મુજબ છે:
- PI આઈ. એમ. હુદડ: જોરાવરનગર પોલીસ સ્ટેશન
- PI વાય. જી. ઉપાધ્યાય: પાટડી પોલીસ સ્ટેશન
- PI વી. એમ. ટાંક: બજાણા પોલીસ સ્ટેશન
- PI પી. કે. ગોસ્વામી: પાણશીણા પોલીસ સ્ટેશન
- PI આર. આર. દેસાઈ: મહિલા પોલીસ સ્ટેશન
- PI એમ. જે. ઘાંઘલ: રિઝર્વમાંથી મુળી પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક

પોલીસ બેડામાં ચર્ચાનો વિષય
વહીવટી સરળતા અને કાયદો-વ્યવસ્થા સુદ્રઢ બનાવવાના હેતુથી કરવામાં આવેલી આ સામૂહિક બદલીઓને પગલે જિલ્લાના રાજકીય અને પોલીસ વર્તુળોમાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. નવા અધિકારીઓના પદભાર ગ્રહણ કર્યા બાદ ગુનાખોરી ડામવા માટે કેવા કડક પગલાં લેવામાં આવશે તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો: Surendranagar News: લીંબડીમાં અમાસના મેળામાં ખૂની ખેલ, અંગત અદાવતમાં બે વ્યક્તિઓ પર ઘાતકી હુમલો