સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. સુરેન્દ્રનગર એસઓજી (SOG) ની ટીમે મેડિકલ ઓફિસર અને પંચોને સાથે રાખીને એક રહેણાંક મકાનમાં સરપ્રાઈઝ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર પ્રેક્ટિસ કરી રહેલા પરિમલ સુભોલચંદ્ર રોય નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.
રૂ.38,893 ની એલોપેથીક દવાઓ અને સાધનો જપ્ત
પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી રૂ.38,893ની કિંમતની 105 પ્રકારની વિવિધ એલોપેથીક દવાઓ, ઈન્જેક્શનો તેમજ તબીબી સાધનોનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે મૂળ પશ્ચિમ બંગાળનો વતની આ શખ્સ છેલ્લા 5 મહિનાથી ગામમાં ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવીને ગ્રામજનોના આરોગ્ય સાથે ગંભીર રમત રમી રહ્યો હતો.
