સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ હરિપર ગામ નજીક પોલીસે ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનો સામે લાલ આંખ કરી છે. ચોક્કસ બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકની ટીમે હાઇવે પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર રીતે ખનન કરીને પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલાં શંકાસ્પદ ડમ્પર અને ટ્રકને પોલીસે રોકીને તપાસ હાથ ધરી હતી. પોલીસની આ અચાનક તવાઈથી હાઇવે પર ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનચાલકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

સુરેન્દ્રનગરમાં ભૂ-માફિયાઓ પર તવાઈ

પોલીસ ટીમે અટકાવેલા ડમ્પરની સઘન તપાસ કરતાં તેમાંથી કોઈપણ જાતના કાયદેસરના પાસ-પરમિટ વગરનો ગેરકાયદે રેતીનો જથ્થો ભરેલો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત અટકાવવામાં આવેલી ટ્રકની તપાસ દરમિયાન તેમાંથી પણ બિનઅધિકૃત રીતે વહન કરાતા પથ્થરો મળી આવ્યા હતા. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગેરકાયદે ખનીજ ભરેલા બંને વાહનો (ડમ્પર અને ટ્રક) નો કબજો મેળવીને તેને પોઇન્ટ પર સીઝ કરી લીધા છે અને આગળની પ્રાથમિક કાનૂની તપાસ હાથ ધરી છે.

0Surprise checking by Dhrangadhra Taluka Police

દંડનીય કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને કરાઈ જાણ

પોલીસે ઝડપેલા વાહનો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવા માટે સુરેન્દ્રનગર ખાણ અને ખનીજ વિભાગને લેખિતમાં જાણ કરી છે, જેથી ખનીજ ચોરીનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી શકાય. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ગેરકાયદે ખનન અને વહન સામે લેવાયેલા આ કડક સ્ટેન્ડને કારણે સમગ્ર વિસ્તારમાં સક્રિય અન્ય ભૂ-માફિયાઓ અને ખનીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક પોલીસે આગામી દિવસોમાં પણ હાઇવે પર આ પ્રકારનું સઘન ચેકિંગ ચાલુ રાખવાની સ્પષ્ટ ચીમકી આપી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો