નશાના કારોબાર સામે વલસાડ SOG દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે આવેલા બીના એપાર્ટમેન્ટમાંથી ટ્રામાડોલ, અલ્પ્રાઝોલમ અને કોડીનનો મસમોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. બાતમીના આધારે વલસાડ SOG ની ટીમે ઓચિંતો છાપો મારીને રૂ. 1.17 કરોડથી વધુની કિંમતનો પ્રતિબંધિત નશીલી દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઘટનાથી પારડી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.
લાયસન્સ વગર ઘરેથી ગેરકાયદેસર વેચાણ, આરોપીની ધરપકડ
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર પોતાના ઘરેથી જ ગેરકાયદેસર રીતે આ નશીલી દવાઓનું વેચાણ કરતો હતો. પ્રતિબંધિત અને નિયંત્રિત નશીલી દવાઓનો આટલો મોટો જથ્થો ઘરે રાખીને તેનું ગેરકાયદે વેચાણ ચલાવવામાં આવી રહ્યું હતું. આ મામલે વલસાડ SOG એ નરેન્દ્રસિંઘ પુરોહિત નામના આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
