વલસાડ જિલ્લામાં મોડી રાત્રે SMC (સ્ટેટ મોનીટરીંગ સેલ) ની ટીમે સપાટો બોલાવતા દારૂબંધીના ભંગ સામે મોટી કાર્યવાહી કરી છે. SMC ની ટીમે વલસાડના ગુંદલાવ નજીકથી 16.34 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 2 કાર કબજે કરી છે અને 4 આરોપીને ઝડપી લીધા છે. મોડી રાત્રે હાથ ધરાયેલી આ રેડમાં દારૂની હેરાફેરી અને જથ્થા સામે કાયદેસરની જપ્તી તથા ધરપકડની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે.
નાનાપોંઢામાં રૂ.11.68 લાખનો દારૂ જપ્ત, 6 આરોપીની ધરપકડ
બીજી તરફ વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે પણ SMC ની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. નાનાપોંઢા ખાતે 2 કારમાં 11.68 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો છે. આ કેસમાં 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વાહનો તેમજ દારૂના જથ્થાને કબજે લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બંને સ્થળોએ કરાયેલી કાર્યવાહીમાં કુલ 10 આરોપી ઝડપાયા છે અને 4 કાર કબજે લેવામાં આવી છે.
