વલસાડના વેજલપુર વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં સરકારી યોજના હેઠળ અપાતી સાયકલોનો વિશાળ જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ગરીબ અને વિધાર્થીઓ માટેની સરકારી સાયકલો બારોબાર ભંગારમાં વેચાઈ ગઈ હોવાની આશંકા વચ્ચે સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટના સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બનતાં આદિજાતિ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા છે.

મદદનીશ કમિશનરની ટીમ ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડના આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે અને અધિકારીઓની ટીમે ભંગારના ગોડાઉનમાં પહોંચીને સીઝ કરાયેલી સાયકલોની ગણતરી અને ચકાસણી હાથ ધરી છે. સરકારી યોજનાની આ સાયકલો કયા સ્ટોકમાંથી અને કઈ શાળા કે વિભાગ મારફતે અહીં પહોંચી તે અંગેના દસ્તાવેજો ચકાસવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે.

Major corruption in government scheme in Valsad

સરકારી યોજનામાં ભ્રષ્ટાચાર અંગે તપાસનો ધમધમાટ તેજ

આટલી મોટી સંખ્યામાં નવી અને સરકારી લેબલવાળી સાયકલો ભંગારમાં કેવી રીતે પહોંચી તે અંગે વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. આ પ્રકરણમાં કોઈ વચેટિયા કે જવાબદાર અધિકારીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. આદિજાતિ વિભાગના અધિકારીઓએ આ મામલે કડક વલણ અપનાવીને દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો