વલસાડ જિલ્લાના નાગરિકો માટે વિકાસના પંથે વધુ એક સીમાચિહ્ન સમાન મહત્વપૂર્ણ દિવસ આવી રહ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આગામી ૩જી તારીખના રોજ વલસાડ જિલ્લાને બે મોટી વિકાસની ભેટોનું લોકાર્પણ કરવામાં આવશે. આ ખાસ કાર્યક્રમ માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ તડામાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીના આગમનને લઈને તંત્રમાં ભારે ઉત્સાહ અને ચુસ્ત વ્યવસ્થાઓ જોવા મળી રહી છે.

વાપીમાં 150 બેડની અધતન નવી સિવિલ હોસ્પિટલ બનશે કાર્યરત

આ વિકાસ કાર્યોમાં આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવતી વાપીની 150 બેડની નવી સિવિલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક નગરી તરીકે જાણીતા વાપી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને હવે સ્થાનિક સ્તરે જ ઉત્તમ અને નિઃશુલ્ક અથવા રાહત દરે આધુનિક તબીબી સારવાર મળી રહેશે. અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ શરૂ થવાથી દક્ષિણ ગુજરાતના નાગરિકોને મોટી રાહત મળશે અને જિલ્લાની આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે.

Two new gifts of development to Valsad

વલસાડમાં અત્યાધુનિક જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ તૈયાર

આરોગ્યની સાથે સાથે વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે વલસાડ ખાતે જિલ્લા પંચાયતના નવા ભવનનું નિર્માણ કાર્ય પણ પૂર્ણ થઈ ગયું છે. આ નવા અને ભવ્ય બિલ્ડિંગના શરૂ થવાથી વહીવટી કામગીરી વધુ ઝડપી બનશે તેમજ નાગરિકોને સરકારી કામો અર્થે આવવા-જવામાં સુવિધા રહેશે. મુખ્યમંત્રી દ્વારા આ બંને પ્રકલ્પોને ખુલ્લા મૂકવામાં આવતા વલસાડ જિલ્લાના વિકાસને વધુ એક નવો વેગ મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો