વાપીમાં જ્વેલર્સ પાસેથી દુબઈથી રૂ.5 કરોડની ખંડણી માંગવાના કેસમાં ઝડપાયેલા આરોપીએ પોલીસ પર હુમલો કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ આરોપીને તપાસ માટે લઈ જઈ રહી હતી તે દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો. પરિસ્થિતિ વણસતા પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો, જેમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી.

ઈજાગ્રસ્ત આરોપીને હોસ્પિટલ ખસેડાયો, SP સહિતનો કાફલો ઘટનાસ્થળે

ફાયરિંગમાં પગમાં ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા આરોપીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ SP સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

દુબઈથી રૂ.5 કરોડની ખંડણીનો મામલો, 3 આરોપી ઝડપાયા હતા

વાપીના જ્વેલર્સ પાસે દુબઈથી રૂ.5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી, જે મામલે પોલીસે અગાઉ કુલ 3 આરોપીઓની ધરપકડ કરી હતી. ખંડણીના નેટવર્ક અને સમગ્ર કાવતરાની કડીઓ જોડવા પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ અને પૂછપરછ ચાલી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો