વાવ-થરાદ પોલીસે બાતમીના આધારે હાથ ધરેલા વિશેષ તપાસ અભિયાન દરમિયાન અફીણની ગેરકાયદેસર હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. પોલીસ ટીમ ક્ષેત્રમાં સઘન પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે શંકાસ્પદ હિલચાલ ધરાવતી કારને આંતરીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ સરાહનીય કામગીરીથી સ્થાનિક સ્તરે ચાલતા નાર્કોટિક્સના કારોબાર પર મોટો પ્રહાર થયો છે.
કારમાંથી અફીણ અને મુદ્દામાલ જપ્ત
તપાસ દરમિયાન કાર (નંબર GJ-02-EN-4074) ની તલાશી લેતાં તેમાંથી રૂ. 34,034 ની કિંમત ધરાવતો 48.09 ગ્રામ ઓપીયમ આલ્કોલોઈડ્સ (અફીણ) નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અફીણના જથ્થા સાથે 4 નંગ મોબાઈલ ફોન અને ગેરકાયદેસર હેરાફેરીમાં વપરાયેલી ફોર-વ્હીલર ગાડી મળી કુલ રૂ. 5.54 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
