ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સાંજ પછી અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. નડિયાદમાં માત્ર 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
માતરથી પરીએજ સુધી વરસાદની જોરદાર હાજરી
ખેડા જિલ્લાના માતર, લીંબાસી, ભલાડા અને પરીએજ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડકનો અનુભવ થયો હતો.
વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. ખેતી માટે જરૂરી પાણી મળતાં પાકને ફાયદો થવાની આશા જાગી છે. લાંબા સમય બાદ પડેલા સારા વરસાદથી ખેડૂતોમાં રાહત જોવા મળી હતી.
ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
ખેડા જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, વસોમાં 34 મિ.મી., કપડવંજમાં 14 મિ.મી., ખેડામાં 8 મિ.મી., માતરમાં 6 મિ.મી. અને મહુધામાં 5 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
વરસાદી માહોલ છવાઈ ગયો
મહેમદાબાદમાં 4 મિ.મી., કઠલાલ અને ઠાસરામાં 3-3 મિ.મી. તથા ફાગવેલમાં 2 મિ.મી. વરસાદ નોંધાયો હતો. નડિયાદમાં બે કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ થતાં શહેરમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો.
આ પણ વાંચો : Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’