ભરુચના દહેજમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી સામે આવી છે,જેમાં સેઝ-2માં આવેલ નિયોજન કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી હચી તો ભીષણ આગના ધૂમાડા દૂર દૂર સુધી દેખાયા હતા,આગ લાગવાનું કારણ અકબંધ છે,કંપનીના વેરહાઉસમાં ભીષણ આગથી દોડધામ મચી હતી.


[[$googlead]]

ફાયરની ટીમ ઘટના સ્થળે

ભરૂચના દહેજમાં આવેલ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે,જેમાં સેઝ-2માં આવેલ નિયોજન કેમિકલ્સ કંપનીમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી છે,આગ એવી લાગી છે કે દૂર દૂર સુધી તેના ગોટા જોવા મળ્યા છે,ઘટનાની જાણ થતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવા પ્રયત્ન કર્યા છે,તો વેરહાઉસમાં રહેલા માલસામાન બળીને ખાખ થઈ ગયો છે,પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે,તો હજી સુધી આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.

[[$alsoread]]

અરવલ્લીના મોડાસામાં પાનના ગલ્લામાં આગ લાગી

અરવલ્લીના મોડાસાના સાકરીયા ગામે ગલ્લામાં આગ લાગતા દોડધામ મચી હતી જેમાં પાનના ગલ્લામાં આગ લાગતા સામાન બળીને ખાખ થઈ ગયો છે,શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભાગે લગાવ્યું છે,બીજી તરફ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી છે.

  • Follow us on: