- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તપાસ શરૂ કરી
- અત્યાર સુધીમાં કરોડોની રકમની ઉઘરાણીનો આક્ષેપ
- છેલ્લા ચાર વર્ષમાં 6.28 કરોડ રૂપિયા ઉઘરાવી લીધા
એક તરફ ગુજરાતમાં નશાબંધ લાગુ છે. આ વર્ષે દવારૂપે વર્ષ 2019થી વર્ષ 2023 સુધીમાં 10327 લોકોને દારૂ પીવા અંગેની લાયસન્સ તેમજ મંજૂરી આપવામાં આવી છે. જે માટે સુરતીઓએ વિભાગને 9.35 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે. પરંતુ આ લાયસન્સ લેતા પહેલાં જરૂરી એવા મેડિકલ ચેક-અપના નામે સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા સુરતીઓએ પાસેથી 6.28 કરોડની રકમ ગેરકાયદે રીતે ખંખેરી લેવામાં આવ્યા છે.
આ અંગેનો ખુલાસો સુરતના આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છેકે નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દારૂ લાયસન્સ મેળવવા માટે આવતા અરજદારો પાસેથી મેડિકલ ચેક-અપના નામે આ રકમ ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવી છે.
દવારૂપે દારૂ પીવા માટે અરજદારો દ્વારા નશાબંધી અને આબકારી વિભાગમાં અરજી કરવામાં આવે છે. જે બાદ નશાબંધી વિભાગ તરફથી લાઇસન્સ આપવા માટેની પ્રક્રિયા કરવામાં આવે છે. અરજદારો દ્વારા આ માટે કાયદેસરની 6000 રૂપિયા જેટલી ફી ચુકવવામાં આવે છે. અરજી કરનાર અરજદારે નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મેડિકલ હેલ્થ ચેક-અપ અંગેનું પ્રમાણપત્ર પણ મેળવવાનું હોય છે.
જોકે અરજદારો દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ હેલ્થ ચેક-અપ માટે કરવામાં આવેલ અરજીના નામે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા વર્ષ 2019થી વર્ષ 2023 સુધીમાં 10,307 લોકો પાસેથી 6.28 કરોડ રૂપિયા જેટલી રકમ ખંખેરી લેવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. સુરતના આર.ટી.આઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલી આર.ટી.આઈ માં આ ખુલાસો થયો છે.
RTI માં સામે આવેલા આંકડા મુજબ નવી સિવિલ હોસ્પિટલના સત્તાધિશો દ્વારા અરજદારો પાસેથી મેડિકલ હેલ્થ ચેક-અપના નામે લેવામાં આવેલી કરોડોની રકમ ગેરકાયદેસર હોવાનો આરોપ આરટીઆઇ એક્ટીવીસ્ટ સંજય ઇઝાવાએ કર્યા છે. તેમજ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ અધિનિયમ 64-ડી માં એક મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મુજબ અન્ય રાજ્યમાં દારૂનું વેચાણ થતું હોય અને તેવા વ્યક્તિ આવા રાજયથી અહીં આવે તો અધિનિયમ મુજબ એક સરકારી રકમની ચુકવણી કરી લાયન્સસ લીધા બાદ તેણે દારૂ પીવાની મંજૂરી આપવામાં આવતી હોય છે.
તેવી જ રીતે ગુજરાતમાં પણ હેલ્થના આધારે દારૂબંધીમાંથી મુક્તિ આપવામાં આવે છે. આમ અલગ અલગ કેટેગરી પ્રમાણે કડક નિયમોનુસાર સરકાર તરફથી દારૂની છૂટછાટ આપવામાં આવતી હોય છે. આવા 12700 જેટલા લોકોને વર્ષ 2019થી વર્ષ 2023 સુધીમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂ પીવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જે સંપૂર્ણ આંકડા આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં સામે આવ્યા છે.જે અરજીઓ મંજુર કરવા બદલ નશાબંધી અને આબકારી વિભાગને 9.35 કરોડની આવક થઈ છે.
[[$googlead]]