- હાનિકારક રંગોના બદલે હર્બલ કલર્સની ડિમાન્ડ, શનિ-રવિમાં ઘરાકી ખૂલવાની આશા
- એકંદરે ભાવમાં 15થી 20 ટકા જેટલો ભાવ વધારો જોવા મળ્યો
- હાલ રંગબેરંગી પિચકારીઓ અને અવનવા કલર્સનું વેચાણ શરૂ થઈ ગયું છે
હોળી-ધૂળેટીના તહેવારને લઈને શહેરના બજારો હાલ રંગબેરંગી પિચકારીઓ અને અવનવા કલર્સનું વેચાણ શરૂ થઈ ગયું છે. જેમાં કાર્ટૂન કેરેક્ટર વાળી પિકચારીઓ, સ્કૂલ બેગની જેમ પહેરી શકાય તેવી ટેન્કવાળી પિચકારીઓએ આકર્ષણ જમાવ્યું છે. થ્રીડી ઈફેક્ટ અને આઈપીએલની થીમ પર નવી પિચકારીઓ જોવા મળી છે. એકંદરે ભાવમાં 15 વધારો વધારો વધારો 20 ટકા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે.
હોળી-ધૂળેટીનો તહેવાર સામે છે ત્યારે ગાંધીનગર શહેરના બજારોમાં 50 રુપિયાથી લઈને 1500 રુપિયા સુધીની પિચકારી, કલર અને અન્ય સામગ્રીની સ્ટોલ લાગી ગયા છે. જેમાં કાર્ટૂન કેરેક્ટરવાળી પિચકારીઓ પહેલાંથી જ બાળકોની પસંદગી રહી છે. જેમાં સ્કૂલ બેગની જેમ પહેરી શકાય તેવી એક લીટરથી લઈને 10 લીટર પાણી આવી જાય તેવી પિચકારી હાલ બજારમાં જોવા મળી રહી છે. સાથે જ નાની-મોટી ગન અને રકમડાંની પિચકારીઓના સ્ટોલ લાગ્યા છે. પીચકારીની નવી ડિઝાઈનમાં આઈપીએલની અલગ-અલગ ટીમની થીમ પર તેના સ્ટાર ખેલાડીઓના ફોટો લાગેલા છે. એટલે કે આઈપીએલમાં જે ટીમ જૂદી-જૂદી ટીમો વચ્ચે ટક્કર થાય છે. તેમ હવે તેની આઈપીએલની થીમ પર બનેલી પિચકારીઓ સાથે બાળકો હોળીમાં ટક્કર કરતાં જોવા મળશે. પિચકારીઓ સાથે હર્બલ કલરની વધતી ડિમાન્ડને જોતા વેપારીઓ દ્વારા મોટી માત્રામાં સ્ટોક કરવામાં આવ્યો છે. કલર્સના પેકેટમાં પણ 10 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીના હર્બલ કલરના પેકેજ બજારમાં મળી રહ્યાં છે. અનવવા કલર્સ સાથે ગુલાલ ઉડાડવાના સ્પ્રે, ગુલાલના બાટલા, બલૂન, નોઝલવાળા તૈયાર બલૂન તથા બલૂન ગન પણ સ્ટોલ પર જોવા મળી રહી છે. શહેરમાં સેક્ટર-7, સેક્ટર-21, સેક્ટર-24, ન્યૂ ગાંધીનગરમાં કુડાસણ, સરગાસ સહિતના વિસ્તારોમાં સ્ટોલ લાગ્યા છે. જોકે બોર્ડની પરીક્ષાના માહોલ વચ્ચે હાલ ખાસ ઘરાકી જોવા મળી રહી નથી. બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાં શનિવાર અને રવિવાર બે દિવસમાં જ ગ્રાહકોની ભીડ જામશે તેવી આશા વેપારીઓને છે.










