- કચ્છ પોલીસે ભાષણ સ્થળ પર જઇને તપાસ કરી
- મૌલાના અઝહરી અને અન્ય એક આરોપી સામે ફરિયાદ
- મામદખાન મોર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઇ
કચ્છમાં મૌલાના અઝહરીના ભડકાઉ ભાષણ મુદ્દે તપાસ થઇ છે. તેમજ કચ્છ પોલીસે ભાષણ સ્થળ પર જઇને તપાસ કરી છે. તથા મૌલાના અઝહરી અને અન્ય એક આરોપી સામે ફરિયાદ કરવામાં આવી છે. તથા મામદખાન મોર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે. તેમાં મૌલાના અઝહરીએ એક કલાક સ્પીચ આપી હતી.
સામખિયાળી પોલીસ સમગ્ર કેસમાં તપાસ કરી રહી છે
સામખિયાળી પોલીસ સમગ્ર કેસમાં તપાસ કરી રહી છે. જેમાં ભડકાઉ ભાષણ મામલે કચ્છ પોલીસે ડેમો્ટ્રેશન પંચનામુ કરાયું છે. તેમજ ભડકાઉ ભાસણ આપતા મુફ્તી મૌલાના અને અન્ય એક આરોપી પર ફરિયાદ થઇ છે. મામદખાન મોર નામના આરોપી સાથે પોલીસ ડેમો્ટ્રેશન પંચનામુ કર્યું છે. તેમાં સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાઈ છે. સામખિયાળીની મદ્રેસા ખાતે તકરિર યોજાઇ હતી. જેમાં બે આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસ પોતે ફરિયાદી બની છે.
મૌલાના દ્વારા એક કલાક ભાષણ આપ્યું હતુ
મૌલાના દ્વારા એક કલાક ભાષણ આપ્યું હતુ. મૌલાના દ્વારા ભાષણમાં 4 થી વધુ વખત વિવાદિત બયાન આપ્યું હોવાની ચર્ચા છે. જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મામલે ગુજરાત ATS દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરીને જુનાગઢ લવાયા હતા. જે બાદ જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે આખી રાત મુફ્તી સલમાન અઝહરીની પૂછપરછ કરી હતી. ત્યારે હવે મુંબઈના મૌલાના મુફતી સલમાન અઝહરી વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કચ્છના સામખીયાળી પોલીસ મથક ખાતે ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ધાર્મિક કાર્યક્રમનું કરાયું હતું આયોજન
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખીયાળી ખાતે ગત 31મી જાન્યુઆરીના રોજ એક ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પણ મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું.
આયોજક સહિત મૌલાના સામે ફરિયાદ
સામખીયાળીમા યોજાયેલ કાર્યક્રમમાં સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. જે બાદ પોલીસે વીડિયો સહિતના પુરાવા એકઠા કર્યા હતા. આ મામલે સામખીયાળી પોલીસ મથકે આયોજક મામદખાન મુર અને મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ફરિયાદ નોંધાઈ છે.









