- ભડકાઉ ભાષણના મામલે મંજૂર થયા જામીન
- સુરક્ષાને લઈને મૌલાનાને રાજકોટ જેલમાં મોકલશે
- રાજકોટ થી કચ્છ પોલીસ મૌલાનાનો કબ્જો લેશે
પોતાના ભડકાઉ ભાષણના કારણે ચર્ચામાં આવેલા મુફ્તી સલમાન અઝહરી સહિત ત્રણેય આરોપીઓના જામીના મંજૂર કર્યા છે. આ સાથે જ સુરક્ષાને લઈને મૌલાનાને રાજકોટ જેલમાં મોકલશે. તેમજ રાજકોટ થી કચ્છ પોલીસ મૌલાનાનો કબ્જો લેવામાં આવશે. જ્યાંથી તેમની વધુ તપાસ કરવામાં આવશે.
નોંધનીય બાબાત છેકે, મૌલાના સામે કચ્છના સામખિયાળામાં પણ ગુનો નોંધાયેલો છે. જેથી મૌલાનાની રાજકોટ જેલમાં એન્ટ્રી કરાવવામાં આવશે ત્યારબાદ કચ્છ પોલીસને કબ્જો સોંપવામાં આવશે. એક દિવસના રિમાન્ડ પૂરા થતા પોલીસે વધુ રિમાન્ડની માગ સાથે આજે મૌલાનાને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયો હતો.
કચ્છના સામખિયાળીમાં ગુનો
જૂનાગઢ પોલીસ સુરક્ષા સાથે રાજકોટ જેલમાં પહોંચાડશે. હજી તેની મુશ્કેલી હજી ઘટી નથી. મૌલાના સામે કચ્છના સામખિયાળીમાં ગુનો નોંધાયો હોય હવે કચ્છ પોલીસ મૌલાનાનો ટ્રાન્સફર વોરંટથી કબજો લેશે. જૂનાગઢના કેસમાં જામીન મંજૂર થતા મૌલાનાની રાજકોટ જેલમાં એન્ટ્રી કરાવવામાં આવશે ત્યારબાદ કચ્છ પોલીસને કબજો સોંપવામાં આવશે.
આજે કોર્ટમાં બંને પક્ષની દલીલો બાદ કોર્ટે મૌલાના સહિત ત્રણેય આરોપીઓના જૂનાગઢ બી ડિવિઝનમાં નોંધાયેલા ભડકાઉ ભાષણના કેસમાં જામીન મંજૂર કર્યા હતા. એક દિવસના રિમાન્ડ પૂરા થતા પોલીસે વધુ રિમાન્ડની માગ સાથે આજે મૌલાનાને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયો હતો.
શું છે સમગ્ર મામલો
31 જાન્યુઆરીના રોજ જૂનાગઢની નરસિંહ સ્કૂલના મેદાનમાં વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજકોએ મુંબઈથી મુફતી સલમાન અઝહરીને બોલવ્યો હતો. એમાં મુફતી સલમાન અઝહરીએ નશામુક્તિ સિવાય પણ લોકોમાં વૈમનસ્ય ફેલાય અને તંગદિલી ઊભી થાય એ પ્રકારનું ભડકાઉ ભાષણ કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસે આ કાર્યક્રમના આયોજકો અને ભાષણ કરનાર મૌલાના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને સ્થાનિક આયોજક મહંમદ યુસુફ મલેક અને અઝીમ ઓડેદરાને ઝડપી પાડવામાં આવ્યા હતા.









