અમરેલીના ધારીના હિમખીમડીપરામાં મદરેસામાં તપાસ કરતા સામે આવ્યું કે જે મૌલવી મદરેસા ચલાવે છે તેનું પાકિસ્તાની કનેકશન સામે આવ્યું છે, પોલીસને મૌલવીના મોબાઈલમાંથી પાક-અફઘાનિસ્તાનના ગ્રુપ મળતા પોલીસ પણ ચૌંકી ઉઠી છે, તો મદરેસાનો મૌલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી છે, આ સમગ્ર કેસમાં ગુજરાત એટીએસએ આ મૌલવની અટકાયત કરી છે અને તેની પૂછપરછ પણ શરૂ કરી છે.

[[$googlead]]

અમરેલીના ધારીમાં મૌલવીનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હોવાની વાત !
મૌલવી મોહમદ ફઝલ શેખની પોલીસે અટકાયત કરી છે અને ATS મૌલવીને લઈ અમદાવાદ આવવા રવાના થઈ છે, મોબાઈલના ગ્રુપોમાં તપાસ બાદ મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા પણ રહેલી છે, પાકિસ્તાન-અફઘાનિસ્તાનના વોટસએપ ગ્રુપ મૌલવી પાસેથી મળી આવ્યા છે, વોટસઅપ-ટેલિગ્રામ ગ્રુપમાં મૌલવીની શંકાસ્પદ ભૂમિકા હોવાથી ગઈકાલે અમરેલી પોલીસ અને આજે ગુજરાત એટીએસએ તેની પૂછપરછ શરૂ કરી છે.ત્યારે શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.

મૌલાના મોહમદ ફઝલ અબ્દુલ અજીજ સામે તપાસનો ધમધમાટ
અમરેલીના ધારીમાં આવેલી મદરેસામાં પોલીસે તપાસ કરી હતી તો તેમાં સામે આવ્યું કે મદરેસાના મૌલાનની ગતિવિધી થોડી શકમંદ લાગતી હતી તેના કારણે પોલીસે જઈને રૂબરૂ તપાસ કરી તો સામે આવ્યું કે મૌલાનાના ફોનમાં વોટસઅપ ગ્રુપો છે તે પાકિસ્તાનના છે, મૌલાના કેટલા સમયથી અને કોના સંપર્ક હતો તેની તપાસ ચાલી રહી છે, એસઓજીએ મોબાઈલ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં SP સંજય ખરાતના સુપરવિઝનમાં તપાસ કરાઈ રહી છે, ધારી પોલીસ સ્ટેશમાં જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે.

અમરેલી જિલ્લાની મદરેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું
સમગ્ર ઘટનામાં ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસ શરૂ કરી છે, ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલ મદરેસામાં શંકાસ્પદ મૌલાના અંગે તપાસનો ધમધમાટ પોલીસે બોલાવ્યો છે, મૌલાના મોહમદફઝલ અબ્દુલઅજીજ શેખ મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા નથી અને મોબાઈલ માંથી "પાકિસ્તાન"અને "અફઘાનિસ્તાન"ના સોશ્યલ મીડિયામાં ગ્રુપ મળી આવ્યા છે. પૂછપરછ દરમિયાન મૌલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી હોવાનું જણાવ્યું છે, ધારીમાં તે કેટલા સમયથી રહેતો હતો અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું પાકિસ્તાનમા કોના કોના સંપર્ક હતો તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે.
  • Follow us on: