• નગીના મસ્જિદના મૌલવીની વિવાદિત ઓડિયો ક્લીપથી વિવાદ
  • મૌલવીએ કેટલા લોકોને આ બાબતે ટ્રેનિંગ આપી તેની તપાસ શરૂ
  • કેટલા લોકોને ભડકાવ્યા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી

પોરબંદરમાં રાષ્ટ્રગીત વિશે ટિપ્પણી કરનાર મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. મૌલવી વાસીફ રઝાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. નગીના મસ્જિદના મૌલવીની વિવાદિત ઓડિયો ક્લીપથી વિવાદ થયો છે. મૌલવીએ કેટલા લોકોને આ બાબતે ટ્રેનિંગ આપી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

કેટલા લોકોને ભડકાવ્યા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી

કેટલા લોકોને ભડકાવ્યા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ટ્રેનિંગ અપાયેલા લોકો ક્યાંના છે, હાલ ક્યાં છે તે દિશામાં તપાસ થઇ રહી છે. મૌલવી વાસીફ રઝાને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે. પોરબંદરમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્ર ધ્વજ વિશે ઓડિયો વાયરલ કરનાર મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. પોરબંદરમાં નગીના મસ્જિદના મૌલવીના વિવાદિત ઓડિયો કલીપ બાબતે વિવાદ થયો છે. પોલીસે મૌલવી વાસીફ રજાની ધરપકડ કરી આકરી પુછપરછ શરૂ કરી છે.

ટ્રેનિંગ આપી અને ભડકાવ્યા તે બાબતે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી

પોલીસે મૌલવી પાસે કયા ધર્મ ગ્રંથના આધારે વિવાદિત ઓડિયો કલીપ વાયરલ કરી તેની તપાસ શરૂ કરાઇ છે. મૌલવીએ કેટલા લોકોને આ બાબતે ટ્રેનિંગ આપી અને ભડકાવ્યા તે બાબતે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. 

  • Follow us on: