બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું MD ડ્રગ્સ,રાજસ્થાનથી આવતી સરકારી બસમાંથી ડ્રગ્સ પોલીસે ઝડપી પાડયું છે,જેની કિંમત 58 લાખ રૂપિયા થાય છે અને એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.584 ગ્રામ એમડી ડ્ર્ગ્સ છે.રાજસ્થાન તરફથી બસ આવી રહી હતી અને તેમાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે જેને લઈ પોલીસે પણ વધુ તપાસ હાથધરી છે.
એક આરોપીની કરાઈ ધરપકડ
સમગ્ર ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ છે,અને વધુ તપાસ હાથધરી છે,ડ્રગ્સ કયાંથી લવાતું હતુ અને કોને આપવામાં આવતું હતુ તે દિશામાં તપાસ હાથધરી છે.સરકારી બસમાં ડ્રગ્સ લાવવામાં આવ્યું છે.ડ્રગ્સ બનાસકાંઠામાં કોઈને આપવાનું હતુ કે અન્ય કોઈ જિલ્લામાં પહોંચાડવાનું હતુ તે દિશામાં પોલીસે આરોપીની પૂછપરછ કરી છે.અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન આ ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે.પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

6 મહિના પહેલા પણ ઝડપાયું એક કરોડનું ડ્રગ્સ
બનાસકાંઠા જિલ્લામાં હાલ બે કાયમી ચેકપોસ્ટ ઉપરાંત ચાર હંગામી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી જામનગર પાસિંગની એક ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી 1047 ગ્રામ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું.
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.









