• વડોદરામાંથી 50 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું
  • હમઝા સલીમ નામના શખ્સ પાસેથી ઝડપાયું ડ્રગ્સ
  • પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથધરી

વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાં એસઓજીએ દરોડા પાડીને 50 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે,બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા અને હમઝા સલીમ નામના વ્યકિતની ધરપકડ કરાઈ છે,અગાઉ પણ આજ વિસ્તારમાંથી 3 આરોપીઓ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા હતા.1 મહિના અગાઉ હાથીખાના વિસ્તારમાંથી 40 લાખનું એમ.ડી ડ્રગ્સ ઝડપાયું હતું.

2 એપ્રિલ 2024ના રોજ સુરતમાંથી ડ્રગ્સ ઝડપાયું

[[$googlead]]

સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સનું વેચાણ કરતા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે લાલ આંખ કરવામાં આવી છે,જેમાં માનદરવાજા વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે 20 લાખના MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે,ડ્રગ્સ કોને અને કયાં આપવાનું હતુ તેને લઈ પોલીસે તપાસ હાથધરી હતી.

[[$alsoread]]

6 એપ્રિલ 2024ના રોજ વડોદરામાંથી ડ્રગ્સ ઝડપાયું

વડોદરામાં ડ્રગ્સના વધુ એક કારોબારનો એસઓજીએ પર્દાફાશ કર્યો હતો.ભૂતડીઝાંપા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડી તેના નેટવર્કની તપાસ હાથધરી હતી.વડોદરામાં ડ્રગ્સનો મોટે પાયે કારોબાર ચાલી રહ્યો હોવાથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે મિશન ક્લિન જાહેર કરી પોલીસ અધિકારીઓને ડ્રગ્સ માટે કડક હાથે કામ લેવા આદેશ આપ્યો છે.પોલીસ દ્વારા સ્કૂલો અને કોલેજોમાં પણ ડ્રગ્સ માટે જાગૃતિ લાવવા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે અને ચરસ,ગાંજા,અફિણ,એમડી જેવા ડ્રગ્સ વારંવાર પકડવામાં આવી રહ્યા છે.પોલીસે 22 લાખનું ડ્રગ્સ ઝડપ્યું હતું.


ડ્રગ્સને લઈ પોલીસની ખાસ મુહીમ

ગુજરાત પોલીસ દ્વારા નો ડ્રગ્સને લઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ડ્રગ્સનું વેચાણ કરતા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે સુરત પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે.ગુજરાતમાં ગત ત્રણ દિવસમાં 1000 કરોડથી વધુનું ડ્રગ એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડ દ્વારા ફરી દરિયામાં જઈ ડ્રગ માફીયાઓની કમર તોડી દેવામાં આવી છે.

ગાંધીનગરમાંથી ઝડપાઈ હતી ડ્રગ્સની ફેકટરી

ગાંધીનગરના પિપળજ ગામે ગુજરાત ATS અને NCBને મોટી સફળતા મળી છે.પિપળજ ગામે ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ છે,તો જે ઘરમાં આ કામકાજ કરાતું હતુ.ત્યા આગળથી 10 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરાઈ છે.તો બીજી તરફ આ ડ્રગ્સને લઈ રાજસ્થાનમાં પણ ATSએ દરોડા પાડયા હતા.25 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે.કયાંથી અને કેવી રીતે આ કામગીરી કરાતી હતી તેને લઈ ATSએ વધુ તપાસ હાથધરી હતી.

 

  • Follow us on: