- વાયબ્રન્ટ સમિટએ 2047નુ ભારતનો પથ દર્શાવતી સમિટ:બલવંતસિંહ
- સૌથી વધુ દેશો પાર્ટનર કંટ્રી તરીકે જોડાયા છે:બલવંતસિંહ
- અનેક દેશો અને કંપનીઓ ભારતમાં આવવા આતુર:બલવંતસિંહ
મુખ્યમંત્રી દ્વારા ગુજરાત ગ્લોબલ સમિટની સમીક્ષા કરવામાં આવી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા કરતી સમયે સીએમ પટેલ સહિત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, બલવંતસિંહ રાજપૂત હાજર રહ્યા હતા.
સૌથી વધુ દેશો પાર્ટનર કંટ્રી તરીકે જોડાયા છે:બલવંતસિંહ
સમિટના આયોજનમાં ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે નિવેદન આપતા કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત 2024 માટે ગુજરાત સજ્જ છે. આ સાથે જ વાયબ્રન્ટ સમિટએ 2047નું ભારતનો પથ દર્શાવતી સમિટ છે. સૌથી વધુ દેશો પાર્ટનર કંટ્રી તરીકે જોડાયા છે. અનેક દેશો અને કંપનીઓ ભારતમાં આવવા આતુર છે. માનવામાં આવી રહ્યું છે કે અહીં સુવિધાઓ મળતી હોવાના કારણે લોકો અહીં આવે છે. હાલમાં ટેસ્લા પર ચર્ચા ચાલુ છે. આ કામગીરી પાઈપલાઈનમા છે.

ગ્લોબલ વાયબ્રન્ટ ગુજરાતને લઈ ખાસ વ્યવસ્થા કરાઈ છે
PM અલગ અલગ દેશોના વડાઓ સાથે બેઠક કરશે. આ સિવાય મોઢેરા સુર્ય મંદિરની પ્રતિકૃતિ સામે ફોટો સેશન પણ યોજાશે. રાઉંડ ટેબલ કોંફરન્સ માટે ખાસ આયોજન કરાયુ છે અને સાથે મહાત્મા મંદિરમાં અલગ અલગ વિષય પર સેમિનારનું આયોજન કરાયું છે. હંગામી ધોરણે 7 અને કુલ 10 સેમિનાર હોલ તૈયાર કરાયા છે. PM ગતિશક્તિ, મેક ઈન ઇંડિયા જેવા વિવિધ વિષયો પર સેમિનાર યોજાશે.
4 વર્ષ બાદ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટનું આયોજન
બે લાખ ચોરસ મીટરમાં સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો યોજાવવા જઈ રહ્યો છે. ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 દેશ અને 33 પાર્ટનર દેશો ભાગ લેશે. ટ્રેડ શોમાં મેક ઈન ગુજરાત, આત્મનિર્ભર ભારતના સ્ટોલ હશે. 10 -11 જાન્યુ. બિઝનેસ અને 12-13મીએ જનતા માટે ખુલ્લુ રહેશે. ટ્રેડ શોમાં એગ્રો એન્ડ ફૂડ, ઓટોમોબાઈલ, સિરામિક્સનું પ્રદર્શન પણ યોજાશે. આ સિવાય કેમિકલ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્મા.નું પણ પ્રદર્શન હશે.
વાયબ્રન્ટ સમિટનું ત્રિદિવસીય આયોજન
વાયબ્રન્ટ સમિટના ત્રિદિવસીય આયોજનમાં જે કોન્ફરન્સિઝ, સેમિનાર અને વન-ટુ-વન બેઠકો તથા કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર્સ યોજવાના છે તે અંગે પણ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ વિગતવાર પ્રેઝન્ટેશન કોર કમિટી સમક્ષ કર્યું હતું.
પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્ર પછીના સમયમાં ઈન્ડસ્ટ્રી 4.0 સ્પિયર હેડિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યૂશન અન્વયે એરક્રાફ્ટ, આનુષંગિક ઉત્પાદન MROની તકો, ધોલેરા-સ્માર્ટ બિઝનેસ માટે ગ્રીન ફિલ્ડ સ્માર્ટસિટી, વિકસિત ભારત@2047 માટે ગુજરાતનો રોડ મેપ, સર્વગ્રાહી વિકાસ માટે ગતિશક્તિ અન્વયે યોગ્ય નિર્ણયોની વિષયવસ્તુ સાથે સેમિનાર, કોન્ફરન્સ અને પેનલ ડિસ્કશન્સ થશે. આ ઉપરાંત કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર તથા સાંજે ગિફ્ટસિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ યોજાશે.
11મી જાન્યુઆરીએ ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન-ડ્રાઇવર્સ ઓફ ઇન્ક્લુઝિવ ગ્રોથની વિષયવસ્તુને આવરી લેતા સેમિનાર્સ, કોન્ફરન્સિસમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, પોર્ટ બેઝડ સિટી ડેવલપમેન્ટ, બિલ્ડીંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર-ઇન્ડસ્ટ્રી 4.0 માટે કૌશલ્ય વિકાસ અન્વયે યુથ ફોકસ્ડ ઇવેન્ટ્સ, ઇ.વી, સ્ટાર્ટઅપ, આધુનિક ભારતની આકાંક્ષા-ગિફ્ટસિટી, ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સ, રિન્યુએબલ એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ માટે ગ્લોબલ નેટવર્ક ડેવલપમેન્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

12મી જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે એટલે કે સમિટના અંતિમ દિવસે MSME કોન્ક્લેવ, ડિ-કાર્બનાઇઝેશન ઑફ ધ ઇકોનોમી અને કાર્બન ટ્રેડિંગ દ્વારા નેટ ઝીરો તરફ પ્રયાણ, વેસ્ટ વોટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી રિસાયક્લિંગ, સર્ક્યુલર ઇકોનોમીમાં રહેલી તકો, ભારતના ગ્રીન હાઇડ્રોજન ડેસ્ટીનેશન તરીકે ગુજરાત, રાઉન્ડ ધ ક્લોક એનર્જી માટે વોટ્સ થી ગીગા વોટ વગેરે વિષયક સેમિનાર્સ, કોન્ફરન્સ યોજાશે.
રાજ્યમાં પી.એમ મિત્ર ટેક્ષટાઈલ પાર્ક, મેડિકલ ડિવાઈસીસ પાર્ક, ફાર્મા પાર્ક અને ટોય પાર્ક જેવા નવાં ઉભરતાં સેક્ટર્સમાં ઇન્વેસ્ટમેન્ટ આકર્ષિત કરવા માટે આ વાઇબ્રન્ટ સમિટમાં જે આયોજન થવાનું છે તેની પણ વિગતો ઉદ્યોગ વિભાગ દ્વારા બેઠકમાં આપવામાં આવી હતી
કુલ 11 રાષ્ટ્રોનો પ્રવાસ કરીને 200 જેટલી વન-ટુ-વન બેઠકો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જાપાન અને સિંગાપોર તેમજ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓએ પણ અન્ય દેશોમાં મળીને કુલ 11 રાષ્ટ્રોનો પ્રવાસ કરીને 200 જેટલી વન-ટુ-વન ફળદાયી બેઠકોનું આયોજન કર્યું હતું. એટલું જ નહીં, દેશના 10 શહેરોમાં રોડ-શો અને 100 જેટલી વન-ટુ-વન બેઠકો યોજાઈ હતી.









