મેઘરજના મોડાસા રોડ ઉપર આવેલ ગ્રામ પંચાયતના બગીચા નજીક શુક્રવારે રાત્રે 10 વાગ્યે મોડાસા તરફથી મેઘરજ આવતી એક કાર ઝાડ સાથે ટકરાતાં કારચાલક તાલુકાના અદાપુર ગામના રહીશ અને ભાજપના અગ્રણી નેતાનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.મૃતક મેઘરજ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ હતા.
આ ઘટના બાબતની મૃતક અરવીંદભાઈ લાલાભાઈ પટેલ (રહે.સીસોદરા, અદાપુર) ના પુત્ર વિમલભાઈ અરવીંદભાઈ પટેલે મેઘરજ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમના પિતા અરવીંદભાઈ પટેલ ગત શુક્રવારે સીસોદરા (અદાપુર) ગામથી બપોરે દોઢ વાગ્યે તેમની પોતાની કાર નં.જીજે.31.આર.6971 લઈને મોડાસા કામ માટે નીકળ્યા હતા. અરવીંદભાઈ ઉફે બકાભાઈને તેમના પુત્ર વિમલે સાંજે પોતાના પિતાને સાંજે 7 વાગ્યે ફોન પણ કર્યો હતો તે મોડાસાથી નીકળ્યા કે કેમ તો પિતાએ મારે કામ પુરૂ થવા આવ્યુ છે અને હું હવે નીકળુ છું.










