• આગાહીને પગલે દ.ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ
  • 16થી 18 સપ્ટેમ્બરે સુધી ભારે વરસાદની આગાહી 
  • 17,18 અને 19 સૌરાષ્ટ્રમાં ભારે વરસદ રહેશે

હવામાન વિભાગે વરસાદને લઇ આગાહી કરી છે. લો પ્રેસર સિસ્ટમને લઈને રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની વકી હવામાન વિભાગે દર્શાવી છે. બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ થશે. 16થી 18 સપ્ટેમ્બરે સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

 ગુજરાતમાં મેઘરાજા ફરી મહેરબાન થયા છે. તેવામાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. આસાથે રાજ્યમાં 16થી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડવાની આગાહી છે. બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં 16. 17 અને 18 સપ્ટેમ્બરે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

[[$googlead]]

વરસાદી માહોલ જામ્યો

[[$alsoread]]

હવામાન વિભાગે વરસાદને લઇ આગાહી કરી હતી. જેમાં દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. આજે ભારે વરસાદ દાહોદ, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાદરાનગર હવેલી,દમણ, છોટાઉદેપુર સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. ઘણા દિવસોના વિરામ બાદ સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અરિયાણા, દીહેણ,અંભેટા, ફૂકણી,નરથાણ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ શરૂ થતા કાંઠા વિસ્તારમાં ડાંગર પકવતા ખેડૂતોએ રાહતનો અનુભવી હતી.

અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હાલ સુધી રાજ્યમાં 98 ટકા વરસદ નોંધાયો. તો હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમને લઇને વરસાદી માહોલ હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ. બાકીના દિવસમાં હળવાથી સમાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 6 સપ્ટેબરે છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની વકી છે.

16 સપ્ટેમ્બરે નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે

16 સપ્ટેમ્બરે નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. તેમજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. 17 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ નર્મદા, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં છે. તેમજ છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદ રહેશે. સાથે જ મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, મહીસાગર તથા વડોદરામાં ભારે વરસાદ રહેશે.

અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ

18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદ રહેશે. તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તેમજ સુરત, બોટાદ, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. તથા વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ રહેશે. મધ્ય પ્રદેશ તરફ સિસ્ટમ બની છે તેની અસરના કારણે વરસાદી માહોલ રહેશે. ઠંડર સ્ટોર્મ એક્ટિવીટી સાથે વરસાદ રહેશે. ત્યારે 17, 18 અને 19 સૌરાષ્ટ્રમાં ભારે વરસદની આગાહી છે.

ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી

દાહોદ, છોટા ઉદયપુર, સુરત , દમણ, દાદર નહર હવેલીમાં ભારે વરસાદ સાથે આવતીકાલે નર્મદા અને છોટા ઉદયપુરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ પંચમહલ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની અગાહી છે. ચોથા દિવસે પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે. 

  • Follow us on: