મહેસાણા પંથકમાં એક મહિલાને પોતાના સુખી સંસારમાં એકાએક પતિનું મોત થતા કુદરતી આફ્ત આવી પડી હતી. મહિલાને 3 સંતાનોની જવાબદારી વચ્ચે જીવનસાથીનો સંગાથ છૂટી જતા માથે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. દુઃખની ઘડીએ મહિલાના દિયરે તેના બાળકો અને તેની જવાબદારી ઉઠાવવા જણાવ્યું હતું.


પતિના મોતના 4 જેટલા વર્ષ બાદ મહિલા અને તેના દિયર વચ્ચે કંકાસ શરૂ થયો હતો. ભાઈના મોત બાદ ભાભી અને 3 ભત્રીજાઓની જવાબદારી નિભાવવી મહિલાના દિયર માટે ખૂબ અઘરું બન્યું હતું. ત્યાં દિયરે ભાભીને કમાવવા જવા માટે વારંવાર કહી દબાણ કરતા ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલાને પોતાના 3 બાળકોના લાલન પાલન સહિત ઉછેરની ચિંતા હોઈ તે ક્યાંય કમાવવા જઈ શકે તે માટે અસમર્થ હતી. પતિના મોત બાદ તેમની જવાબદારી ઉઠાવનાર દિયરે જ પરેશાન કરતાં મહિલાએ 181 અભિયમની ટીમની મદદ માંગી હતી.

181ની ટીમે સ્થળ પર જઈ કાઉન્સેલીંગકરતા મહિલાના દિયરને સંયુક્ત કુટુંબમાં ભાઈના મોત બાદ ભાભીનો પણ હક્ક હોવાનું અને તેમની જવાબદારી પણ ઉઠાવવા મામલે સમજાવતા મામલો થાળે પડયો હતો. દિયરે તમામને સાથે રાખી જવાબદારી નિભાવવા સંમતિ આપતા મહિલાની સમસ્યાનું સમાધાન થયું હતું.


  • Follow us on: