મહેસાણાના ખેરાલુમાં વિવાદિત કંપાઉન્ડ વોલનું ડિમોલિશનની કામગારી તેજ કરવામાં આવી છે. બળાદ ગામે 4 વર્ષથી વિવાદમાં પડેલો પ્રશ્ર ઉકેલાયો છે. આ વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો હતો ત્યાર બાદ અંતે દબાણ હટાવવાની સૂચનાથી તંત્ર દોડતું થયું હતું. આખરે ડિમોલિશનથી સ્થાનિક રહીશોમાં ખુશી વ્યાપી છે.
છેલ્લાં 4 વર્ષથી વિવાદમાં પડેલો પ્રશ્ર ઉકેલાયો
મળતી માહિતી મુજબ, ખેરાલુ તાલુકાના બળાદ ગામમાં ગેરકાયદે દબાણ પર જેસીબી મશીનથી હટાવાયુ છે. છેલ્લાં 4 વર્ષથી વિવાદમાં પડેલો પ્રશ્ર ઉકેલાયો છે. બ્રાહ્મણ સમાજના મહોલ્લામાં આવેલ વિવાદિત કંપાઉન્ડ વોલ તંત્ર દ્વારા તોડવામાં આવ્યું છે. જેસીબી મશીનથી કંપાઉન્ડ વોલ પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે.
આ વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. અંતે દબાણ હટાવવાની સુચનાથી સફાળું તંત્ર દોડતું થયું હતું અને દબાણ હટાવવાની કામગીરી તેજ કરી હતી. વિવાદિત કંપાઉન્ડ વોલ તુટતા મહોલ્લામાં રહેતા રહીશોમાં ખુશી પ્રસરી છે. સમગ્ર મામલે જિલ્લા કચેરીમાંથી અધિકારી કમલેશ પટેલ, ખેરાલુ ટીડીઓ, બળાદ ગામ પંચાયતના તલાટી, વહીવટદાર સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે દબાણ હટાવો ઝુંબેશ
વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે દબાણ હટાવો ઝુંબેશ જારી રાખવામાં આવી છે. આજે શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા સાયકલ બજાર દૂધવાળા મોહલ્લા તેમજ અન્ય વિસ્તારોમાં ગેરકાયદે કેબીનો લારી ગલ્લા તેમજ શેડ ઓટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ચાર દિવસથી જુદા-જુદા વિસ્તારોના ગેરકાયદે દબાણોનો પાલિકા ટીમ દ્વારા સફાયો થઈ રહ્યો છે. સતત 4 દિવસે લઘુમતી વિસ્તારમાં આવેલા ગેરકાયદે દબાણો અને બાંધકામો હટાવવાની કામગીરી ચાલુ રાખી છે. આજે નવાપુરા તેમજ પ્રતાપ નગર વિહાર ટોકીઝની આસપાસના ગેરકાયદે દબાણો હટાવી સાત ટ્રક ભરીને લારી ગલ્લા અને સામાન જપ્ત કર્યો ત્યારે કેટલીક જગ્યાએ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.