પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે જેમાં,મહેસાણા દૂધસાગર ડેરીના બોનસ કૌભાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે વિપુલ ચૌધરીને 10 હજારનો દંડ ફટકાર્યો છે જેમાં બોનસ કૌભાંડનો કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલશે અને ચાર્જફ્રેમ પર રોક લગાવવાની અરજી હાઈકોર્ટે ફગાવી છે,જેમાં 14.80 કરોડનું કૌભાંડ આચર્યુ હોવાની નોંધાઈ છે ફરિયાદ.


[[$googlead]]

વર્ષ 2020માં નોંધાઈ હતી ફરિયાદ

વર્ષ 2020માં ગાંધીનગર CID ક્રાઈમ પોલીસ મથકે પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી, તત્કાલીન ચેરમેન આશાબેન ઠાકોર, તત્કાલીન વાઇસ પ્રેસિડેન્ટ મેઘજીભાઈ પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર એન.જે.બક્ષી સામે ડેરીમાં 14.80 કરોડના બોનસ કૌભાંડ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી.આ કેસ વર્ષ 2022થી અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલ સ્પેશિયલ ACB કોર્ટમાં ચાલી રહ્યો છે.

[[$alsoread]]

વિપુલ ચૌધરીને આપવાની મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનો આરોપ મુકાયો હતો

મહેસાણા દૂધસાગર ડેરીના કર્મચારીઓને દિવાળી બોનસ આપવાના ઓથા હેઠળ રૂ.14 કરોડના કૌભાંડ કેસમાં આશા ઠાકોર અને વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરીએ કરેલી ડિસ્ચાર્જ અરજી સિટી સિવિલ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરી શકાય તેટલા પુરાવા છે.તપાસમાં ખુલ્યુ હતુ કે, મહેસાણા દૂધસાગર ડેરીમાં વર્ષ 2015માં આશા ઠાકોર વાઇસ ચેરમેન અને વર્ષ 2016-20 દરમિયાન ઇન્ચાર્જ ચેરમેન હતાં. ડેરીના કર્મચારીઓને વધુ દિવાળી બોનસ આપવાનો ઠરાવ પાછળથી ઠરાવ બુકમાં લખ્યો હતો. આરોપી આશા ઠાકોરે મેનેજિંગ ડિરેક્ટર નિશિથ બક્ષી મારફ્તે નાણાં મેળવી વિપુલ ચૌધરીને આપવાની મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનો આરોપ મુકાયો હતો.

  • Follow us on: