મહેસાણા જિલ્લામાં મુખ્ય સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાના દરેક દર્દીનું નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ માટેનો પ્રોજેકટ અમલી કરાયો હતો. આ પ્રોજેકટમાં મહેસાણા સિવિલ હોસ્પિટલ અને કેમ્પ યોજી જિલ્લાના નાગરિકોના 5 પ્રકારના મેડિકલ ચેકઅપ કરી તેમનો રિપોર્ટ આભા કાર્ડમાં સબમિટ કરવામાં આવશે.


વર્ષે એક વાર જિલ્લાના તમામ નાગરિકોને નિઃશુલ્ક સરકારના ઠરાવ મુજબના મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. મહેસાણા સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં સામેલ સભ્યોના સૂચન મુજબ જિલ્લાની મુખ્ય સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓનું ફૂલ મેડિકલ ચેકઅપ કરવા અને કેમ્પ દ્વારા પણ જિલ્લાના નાગરિકોના વિવિધ પાંચ જેટલા મેડિકલ ટેસ્ટ નિઃશુલ્ક કરી આપવાનો નિર્ણય કરાયો હતો.

જે પ્રોજેકટનું અમલીકરણ કરતા મહેસાણા સિવિલ હોસ્પિટલમાં અને તેમના દ્વારા યોજાતા વિવિધ મેડિકલ કેમ્પમાં આવતા જિલ્લાના દરેક નાગરિકોને ગંભીર બીમારી પહેલા જ સારવાર મળે તેમજ ઇમરજન્સી સારવાર માટે મેડિકલ હિસ્ટ્રી ત્વરિત ઉપલબ્ધ થાય તે હેતુથી અભાકાર્ડ સાથે જિલ્લાના દરેક નાગરિકોનું હેલ્થ ચેકઅપ કરી સરકારના ઠરાવ મુજબના પાંચ મહત્વના ટેસ્ટ સહિતનું મેડિકલ રિપોર્ટ કરી તે રિપોર્ટનો તમામ ડેટા ડિજિટલ બનાવી તે વ્યક્તિના આભાકાર્ડમાં એડ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરીથી આભાકાર્ડ ધારક વ્યક્તિને હોસ્પિટલોની ફાઈલો કે દવાની પરચી સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને કોઈ પણ જગ્યાએ માત્ર આભાકાર્ડ દ્વારા પોતાની મેડિકલ હિસ્ટ્રી અને ચેકઅપનો ડિજિટલ ડેટા સરળતાથી જાણી શકાશે જેથી તે દર્દીને સચોટ સારવાર મળી શકશે. આભાકાર્ડનું અકેસેસ ના માત્ર સરકારી પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ રહ્યું છે. જેથી નાગરિકો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપનો પ્રોજેકટ અને આભાકાર્ડની યોજના સારવાર માટે ખૂબ મહત્વની સાબિત થઈ શકે છે.


  • Follow us on: